Shree Ganesh Sthapatya

 Temple Designer & Contractor                  Bhavesh Sompura & Yash Sompura

અજય - ભાવેશ : સર્જનહારને સર્જતા શિલ્‍પીઓ


ધ્રાંગધ્રા - કુંદન શિલ્‍પના સંચાલકો ‘અકિલા'ની મુલાકાતે : દિવ્‍ય મૂર્તિથી વિરાટ મંદિરોના નિર્માણ : યુગોથી - પેઢીઓથી શિલ્‍પકલાનો વારસો અકબંધ રાખ્‍યો * અનેક ધર્મસ્‍થાનો - ભવ્‍ય, દિવ્‍ય પ્રતિમાઓના નિર્માણ * પથ્‍થરકલાથી ઇન્‍ટીરિયર ડિઝાઇનિંગ - ફર્નિચરના પણ નિર્માણ * પરંપરા અને આધુનિકતાનો સંગમ રચતા સોમપુરા બંધુ અજય - ભાવેશ કહે છે કે, તક મળે તો વિદેશની ધરતી પર શિલ્‍પકલા કંડારવી છેઃ દાદાજી-પિતાશ્રીએ જૈન-સ્‍વામિનારાયણ અનેક ધર્મસ્‍થાનોના નિર્માણ કર્યા : અજય - ભાવેશના દાદાજી આણંદજી - કલ્‍યાણજી પેઢી સાથે જોડાયેલા શિલ્‍પ-કોન્‍ટ્રાકટર હતાઃ નવી પેઢીએ પણ પરંપરા જાળવી : અધ્‍યાત્‍મ - વાસ્‍તુ અને શિલ્‍પશાષા અનુસાર નિર્માણ


શિલ્‍પકલા : સભ્‍યતાની સંસ્‍કૃતિનું પ્રતિબિંબ


રાજકોટ : જગતમાં પ્રત્‍યેક દેશની તેમાં પ્રાચીન વાસ્‍તુકળા અને સાહિત્‍ય વડે દેશની સંસ્‍કૃતિનું મૂલ્‍ય અંકાય છે. વિદ્યા અને કળા એ દેશનું અનમોલ ધન છે. શિલ્‍પ કલા અને વાસ્‍તુકલા માનવજીવનનું અત્‍યંત ઉપયોગી મર્મભર્યુ અંગ છે. તે દ્વારા જ પ્રજા જીવનનો વિકાસ અને કળા પ્રિયતા સ્‍પષ્‍ટ જોઇ શકાય છે.
સાહિત્‍ય એ જીવનનું પ્રતિબિંબ છે. શિલ્‍પકલા એ સભ્‍યતા સંસ્‍કૃતિનું પ્રતિબિંબ છે. ભારત વર્ષની સંસ્‍કૃતિ ભાવના પ્રધાન છે અને તેથી જ ભારતીય શિલ્‍પમાં પણ એ જ દૃષ્‍ટિગોચર થાય છે. ભારત વર્ષમાં એક વખતે શિલ્‍પકલા ઘણી જ ઉંચી હદે પહોંચી હતી. આજ સુધી આ શિલ્‍પ કલાને રાજ્‍યાશ્રય અને સામાન્‍ય જન સમુહ તરફથી ભારે ઉત્તેજના મળતા રહ્યા હતા અને તેથી જ તે આટલી હદે પહોંચી શકી હતી. પણ હમણા પશ્ચિમી સંસ્‍કૃતિના ઝપટે ચડેલો ભારત વર્ષનો જનસમાજ ભિન્‍ન રૂચી વાળો થતો જાય છે. પોતાની પ્રાચીન કલાનું ગૌરવ અને સૌંદર્ય સમજવાને બદલે અર્થ વિહીન પશ્ચિમી કલાનું અનુકરણ કરતો જાય છે. શિલ્‍પ કલા પ્રત્‍યેની આ ઉદાસિનતા એ દિવસે દિવસે બહુમૂલ્‍ય ભારતીય શિલ્‍પનો ઘટાડો કર્યો છે તેથી જ આપ સહુને એક શિલ્‍પી તરીકે અરજ છે કે ભારતીય શિલ્‍પ પ્રત્‍યેની જાગૃતિ અતી આવશ્‍યક છે. તેમ અજય અને ભાવેશ સોમપુરા કહે છે.


શિલ્‍પકલાની દુનિયા અંગે તેઓએ ઉંડાણથી વાતો કરી હતી, આપણે તેની ઝલક માણીએ. કુંદન શિલ્‍પની સ્‍થાપના અજય-ભાવેશ સોમપુરાના દાદાજીએ ૧૯૬૫ની સાલમાં કરી હતી. દાદાએ અને પિતાશ્રીએ શિલ્‍પકલા ક્ષેત્રે બેનમુન કામો કરીને ચોમેર લોકપ્રિયતાના ડંકા વગાડયા હતા. ભૂપતભાઇ સોમપુરાના સંતાનો અજય અને ભાવેશે કલાના વારસાને અકબંધ જ નથી રાખ્‍યો, ખૂબ વિકસાવ્‍યો છે. પરંપરાગત કલાનો આધુનિકતા સાથે તાલ મેળવીને સોમપુરા બંધુ છવાઇ ગયા છે


ખેતલીયાદાદાના શિખરબધ્‍ધ મંદિરનું નિર્માણ કરતા ધ્રાંગધ્રાના સોમપુરાબંધુ : બાંધકામમાં પથ્‍થરમાં ખડસલ, કુંભી, પીલર, ભેટાસરા, જરૂખો, કંગરૂ, સમરણ અને ભવ્‍ય સિંહાસન નિરૂપાયુ


રાજકોટ : 

સૃષ્‍ટિના સર્જનહાર ભગવાન વિશ્વકર્મા દેવના કૃપાપાત્ર શિલ્‍પીઓ પૈકી સોમપુરા પરિવાર દ્વારા દેવાલયોનું નિર્માણ કાર્યના અધિકારી તરીકે પ્રચલીત છે. પડધરી ખાતે ગણાત્રા પરિવારના ખેતલીયાદાદાના ભવ્‍ય મંદિરનું નિર્માણ ધ્રાંગધ્રાના જાણીતા શિલ્‍પી અજયભાઇ સોમપુરા અને ભાવેશભાઇ સોમપુરાના વડપણ હેઠળ તૈયાર થયું છે. ભગવાનના દેવસ્‍થાનમાં અનેક પ્રકારે ચોક્કસ કાળજી રાખવામાં આવે છે. વાસ્‍તુશાષા, દિશા, શિલ્‍પશાષાનો સુભંગ સમન્‍વય સાધી ખેતલીયાદાદના નીજ મંદિર અને શિખરબધ્‍ધ મંદિરનું નિર્માણ કરવામાં આવ્‍યું છે.
શિલ્‍પકાર અજયભાઇ સોમપુરા અને ભાવેશભાઇ સોમપુરા દ્વારા શ્રી ખેતલીયાદાદાના મંદિર નિર્માણમાં લોખંડનો એકપણ ટુકડો વાપરવામાં આવ્‍યો નથી. સંપૂર્ણ મંદિર ધ્રાંગધ્રા પથ્‍થર દ્વારા કોતરણી કરવામાં થયેલ છે. મંદિર નિર્માણ કાર્યમાં નક્ષત્ર, દિશા, ભારતીય શિલ્‍પશાષા અનુસાર મુહૂર્ત કાઢી ચોક્કસ સમયે કરવામાં આવેલ છે.
ખેતલીયાદાદાના મંદિરમાં ખડસલ, કુંભી, પીલર, ભેટાસરા, જરૂખો, કંગરૂ, કેવર, સમરણ, જાળી અને મુખ્‍ય સિંહાસન સ્‍થંભ તેમજ ખાસ ધ્‍વજાદંડ રાખવામાં આવ્‍યો છે. આ બધી સામગ્રી પથ્‍થરોથી નિરૂપવામાં આવતા મંદિરનો નજારો કંઇક અલગ જ તરી આવ્‍યો છે.


ખેતલીયાદાદાના મંદિર નિર્માણ બાદ જીર્ણોધ્‍ધાર પ્રસંગે શિલ્‍પી અજયભાઇ સોમપુરા અને ભાવેશભાઇ સોમપુરાનું ગણાત્રા પરિવારના મોભી શ્રી સુરેશભાઇ ગણાત્રા, શ્રી કિરીટભાઇ ગણાત્રા, શ્રી અજીતભાઇ ગણાત્રા અને શ્રી નિમિષભાઇ ગણાત્રા દ્વારા શાલ ઓઢાડી અભિવાદન કરવામાં આવ્‍યું હતું.


ગાય માતાઓ માટે શહીદી વ્‍હોરનાર ગણાત્રા પરિવારના કુળદેવ ખેતલીયા દાદાનું મંદિર ૩૭૦ વર્ષ પૌરાણિકઃ સાત પેઢીથી સેવા પૂજન કરનાર સાતા પરિવારના કનુ અદા ઇતિહાસ વર્ણવે છે


રાજકોટ તા. ૭: પડધરી ખાતે રાજકોટ-જામનગર રોડ ઉપર આવેલ પુરાણા પ્રસિદ્ધ ગણાત્રા પરિવારના કુળદેવી સુરાપુરા શ્રી ખેતલીયા દાદાના નવા મંદિર હોમ હવન કરી દાદાને અર્પણ કરેલ છે. શાસ્ત્રી શ્રી કનુભાઇ સાતાએ જણાવેલ.
શાસ્ત્રી કનુભાઇ સાતા જણાવે છે કે, શ્રી ખેતલીયા દાદાનો જુનો ઇતિહાસ અમારા વડવાઓના કથન મુજબ આશરે ૩૭૦ વર્ષ પૂર્વે એટલે કે ૧૬૮પના પૂ. દાદાએ ગાયોના બચાવ માટે શહીદી વ્‍હોરી હતી. હાલ સમગ્ર વિસ્‍તારમાં ગણાત્રા પરિવારના ખેતલીયા દાદાના નામ સુપ્રસિધ્‍ધ છે. ગણાત્રા પરિવારના જામજોધપુર વસતા ગણાત્રા પરિવારના પાંખી છે. જે હાલ લંડન ખાતે બાલુભાઇ ગણાત્રા વસવાટ કરે છે.
શાસ્ત્રી કનુભાઇ સાતા જણાવે છે કે, એક વખત બાલુભાઇ ગણાત્રાને કાર અકસ્‍માત થયેલ ત્‍યારે શ્રી ખેતલીયા દાદાની માનતા કરી સાજા થયેલ જાજા વર્ષ બાદ સંતાન પ્રાપ્‍ત થયેલ જેનું નામ સુભાષભાઇ ગણાત્રા છે. શ્રી ખેતલીયા દાદાના પરચા અનેક છે. અવાર નવાર દાદા અનેક લોકોને દર્શન આપે છે. મારા માતૃશ્રીને દર્શન આપેલ મંદિર બનાવવાની મંજૂરી મળતી ન હતી. ર૦ વર્ષથી હું દાદાને મંદિર નિર્માણ માટે વિનંતી કરતો હતો તેમાં અચાનક રાત્રે સ્‍વપ્‍નું આવ્‍યું અને દાદાએ દર્શન દીધા ત્‍યારબાદ બીજા દિવસે રાજુભાઇ કોટેચા, બકુલભાઇ ગણાત્રા વિગેરેને મંદિર લઇ જઇ દાદાના મંજૂરી માટે વીધી કરેલ જે દાદાએ મંજુર કરી જેમાં અકિલા પરિવારના આદરણીય શ્રી નિમિષભાઇ ગણાત્રા નિમિત બનાવવા રજા મળેલ રજા મળતા સુંદર મજાનું મંદિર બનાવી દાદાને અર્પણ કરેલ. દરેક કાર્યના માર્ગદર્શક તરીકે કનુભાઇ શાસ્ત્રી (મો. ૯૮૨૪૨ ૧૩૬૯૦) હતા.


રાજકોટ - જામનગર હાઇવે પર આવેલ શ્રી ખેતલીયાદાદાના મંદિર જીર્ણોધ્‍ધાર પ્રસંગની યાદગાર તસ્‍વીરોમાં સૌ પ્રથમ શિલ્‍પશાષા મુજબનું શ્રી ખેતલીયાદાદાનું નૂતન શિખરબધ્‍ધ મંદિર નજરે પડે છે અને તેમાં બિરાજતા શ્રી ખેતલીયાદાદા નજરે પડે છે. બીજી તસ્‍વીરમાં મંદિરનું પૂજન કરતાં અજીતભાઇ ગણાત્રા, શ્રીમતિ વિણાબેન ગણાત્રા, શ્રી નિમિષભાઇ ગણાત્રા, ભારતીબેન સવજીયાણી, સ્‍મિતાબેન રાયચુરા, ભાવનાબેન નાગ્રેચા, હિતેશભાઇ ચગ નજરે પડે છે. બીજી તસ્‍વીરમાં કળશ સ્‍થાપન પ્રસંગે અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા અજીતભાઇ ગણાત્રા, શ્રી અપૂર્વભાઇ ગણાત્રા નજરે પડે છે. બીજી તસ્‍વીરમાં આરતી ઉતારતા શ્રી સુરેશભાઇ ગણાત્રા, શ્રી કિરીટભાઇ ગણાત્રા, શ્રી અજીતભાઇ ગણાત્રા, શ્રી નિમિષભાઇ ગણાત્રા, શ્રી અપૂર્વભાઇ ગણાત્રા, દિપુભાઇ ડોડીયા તથા ઉપસ્‍થિત લોકો નજરે પડે છે. યજ્ઞમાં આહૂતિ આપતા ગણાત્રા પરિવારના સભ્‍યો શ્રી સુરેશભાઇ ગણાત્રા, શ્રી કિરીટભાઇ ગણાત્રા, શ્રી અજીતભાઇ ગણાત્રા, શ્રી નિમિષભાઇ ગણાત્રા, શ્રી અપૂર્વભાઇ ગણાત્રા, અમિતભાઇ સવજાણી, લલિતભાઇ સવજાણી, મિનલબેન ગણાત્રા, સ્‍મિતાબેન રાયચૂરા તથા ગણાત્રા કુટુંબની દિકરીઓ અને વહુઓ નજરે પડે છે. બાજુભાઇ ધ્‍વજદંડની પ્રતિષ્‍ઠા કરતા શ્રી નિમિષભાઇ ગણાત્રા નજરે પડે છે. જીર્ણોધ્‍ધાર પ્રસંગે શ્રી વિજયરાઘવ મંદિરના મહંત પૂ. સુદામાદાસ બાપુનું અભિવાદન કરતા ડો. હર્ષદભાઇ ખખ્‍ખર નજરે પડે છે. શાસ્ત્રી કનુભાઇ સાતાનું અભિવાદન કરતા સુરેશભાઇ ગણાત્રા, શાસ્ત્રી બાલુભાઇનું અભિવાદન કરતા અજીતભાઇ ગણાત્રા, શિલ્‍પી અજયભાઇ સોમપુરાનું સન્‍માન કરતા કિરીટભાઇ ગણાત્રા, શિલ્‍પી ભાવેશભાઇ સોમપુરાનું અભિવાદન કરતા અપૂર્વ ગણાત્રા નજરે પડે છે. છેલ્લે પડધરી ગ્રા.પં.ના સરપંચ ડો. વિજયભાઇ પરમાર અને ઉપસરપંચ પ્રદ્યુમનભાઇ સાતાનું અભિવાદન કરતા શ્રી કિરીટભાઇ ગણાત્રા નજરે પડે છે. નીચે પડધરીના લોહાણા સમાજ અને બ્રહ્મસમાજ તેમજ તાલુકા પંચાયતના સદસ્‍યો નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપભાઇ બગથરીયા)


રાજકોટ તા. ૭ : દરેક પરિવારને તેના કુળદેવનું દિવ્‍ય - ભવ્‍ય મંદિર બનાવવાનો મનોરથ હોય છે પરંતુ દરેક સદ્‌ગૃહસ્‍થને આ ભગીરથ કાર્ય કરવાનો યશ પ્રાપ્‍ત થતો નથી. માત્ર નસિબવંતા ધર્માનુરાગી વ્‍યકિતઓ જ તેનાં દેવસ્‍થાનોના નિર્માણમાં નિમિત બને છે.
પડધરી ખાતે આવેલ ગણાત્રા પરિવારના સુરાપુરા ખેતલીયાદાદાની ડેરીમાંથી ભવ્‍ય મંદિર નિર્માણની શાષાોકત મંજૂરી બાદ અકિલાના એકઝીક્‍યુટીવ એડીટર શ્રી નિમિષભાઇ ગણાત્રાએ પૂ. ખેતલીયાદાદાની મંજૂરીથી જીર્ણોધ્‍ધાર કાર્ય હાથ ધરેલ. આ જીર્ણોધ્‍ધાર કાર્યમાં પડધરીના વિવિધ ક્ષેત્રના આગેવાનોનો ખૂબ સહકાર સાપડેલ.
ધ્રાંગધ્રાના જાણીતા શિલ્‍પકાર શ્રી અજયભાઇ અને ભાવેશભાઇ સોમપુરા દ્વારા મંદિર નિર્માણ કાર્ય શરૂ થયા પૂર્વે જેઠ માસમાં ખેતલીયાદાદાના નવા શિખરબધ્‍ધ મંદિર માટે નક્ષત્ર, દિશા, શિલ્‍પશાષા મુજબ લોખંડની ધાતુના ઉપયોગ વગર સંપૂર્ણ ધ્રાંગધ્રા પથ્‍થરમાંથી કોતરણી કરી ખડસલ, કુંભી, પીલર, ભેટાસરા, છાજુ, છાતીયા, કંગરૂ, કેવર, સમરણ, જરૂખા અને સિંહાસનથી ખેતલીયાદાદાનું સુશોભીત કરવામાં આવ્‍યું છે.


તાજેતરમાં જાણીતા કર્મકાંઠ નિષ્‍ણાંત પૂ. કનુઅદા અને રાજકોટના બાલુ મહારાજની ઉપસ્‍થિતિમાં ભુદેવોએ જીર્ણોધ્‍ધાર કરેલ. જીર્ણોધ્‍ધાર પ્રસંગએ ભૂદેવોએ, શ્‍લોક અનેસ્ત્રોતનું ગાન કરી યજ્ઞ કરેલ. આ પ્રસંગે ગણાત્રા પરિવાર તેમજ પડધરી પંથકના વિવિધ ક્ષેત્રના આગેવાનો ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.


જીર્ણોધ્‍ધાર પ્રસંગે શ્રી વિજયરાઘવ હનુમાનજી મંદિરના મહંત પૂ. સુદામાદાસ બાપુ, શ્રી ધ્રુવદાસ બાપુ, શાસ્ત્રી કનુભાઇ સાતા, દુર્ગેશભાઇ સાતા, શાસ્ત્રી જયેશભાઇ સાતા, પડધરી ગ્રામ પંચાતના પ્રમુખ ડો. વિજયભાઇ પરમાર, ઉપસરપંચ પ્રદ્યુમનભાઇ સાતા, તા.પં. પ્રમુખ અને ભારત હોટલવાળા શ્રી દોલુભાઇ ડોડીયા, બ્રહ્મસમાજના પ્રમુખ વિનુભાઇ દવે, ભાજપ મહામંત્રી હિતેષભાઇ પરમાર, દિપુભાઇ ડોડીયા, હિતેશભાઇ ડોડીયા, ડો. રશ્‍મીકાંતભાઇ ઉપાધ્‍યાય, મહેશભાઇ ખેરડીયા તેમજ સરદાર પાઇપ ઇન્‍ડસ્‍ટ્રીઝના ડાયરેકટર ઓફ ઉપરાંત પડધરી લોહાણા સમાજના આગેવાનો સર્વશ્રી પ્રફુલભાઇ કોટક, અશ્વિનભાઇ આહ્યા, રાજુભાઇ કોટેચા, મનમોહનભાઇ બગડાય, હેમંતભાઇ કટારીયા, બકુલભાઇ ગણાત્રા, ચંદ્રકાંતભાઇ પૂજારા, અશ્વિનભાઇ ગણાત્રા, કેતનભાઇ કારીયા, કમલેશભાઇ કોટક, ચંદુભાઇ ઉનડકટ, સુરેશભાઇ કોટક સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા. અકિલા પરિવારના મોટાબેન મીનાબેન ચગએ આ પ્રસંગે આશિર્વાદ આપ્‍યા હતા.


ખેતલીયાદાદા મંદિર જીર્ણોધ્‍ધાર પ્રસંગે કૌશિકભાઇ ચાવડા, હિરેનભાઇ મહેતા, રશેશભાઇ પટેલ, શિવરાજભાઇ હેરમા, જીજ્ઞેશભાઇ ડોડીયા, નિરેનભાઇ મણીયાર, રીશીભાઇ સચદેવ, ચંદ્રેશભાઇ પટેલ સહિતના ઉપસ્‍થિત હતા.